ઉના તાલુકાના તડ ખાતે લોકપ્રશ્નોને વાચા આપવા રાત્રિસભા યોજાઈ
ગીર સોમનાથ, 01 મે (હિ.સ.) : જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઊના તાલુકાના તડના ગ્રામપંચાયત ખાતે રાત્રિસભા યોજાઈ હતી. આ રાત્રિસભામાં નાગરિકોએ જનહિતલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી. રાત્રિસભામાં નાગરિકોએ સ્ટ્
ઉના તાલુકાના તડ ખાતે લોકપ્રશ્નોને વાચા આપવા રાત્રિસભા યોજાઈ


ગીર સોમનાથ, 01 મે (હિ.સ.) : જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઊના તાલુકાના તડના ગ્રામપંચાયત ખાતે રાત્રિસભા યોજાઈ હતી. આ રાત્રિસભામાં નાગરિકોએ જનહિતલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી.

રાત્રિસભામાં નાગરિકોએ સ્ટ્રીટલાઈટની સુવિધા, ગ્રામપંચાયતના ગૌચરની જગ્યાના પ્રશ્નો, ગામતળના પ્રશ્નો સહિતની મુશ્કેલીઓ રજૂ કર્યા હતા. તમામ ગ્રામજનોની રજૂઆત સાંભળી સંલગ્ન વિભાગના અધિકારીઓને સમસ્યાઓના સમાધાન માટે પગલાઓ લેવા કલેક્ટરશ્રીએ સૂચનો આપ્યાં હતાં.

કલેક્ટરએ એચ.પી.વી વેક્સિનેશનની કામગીરી બીરદાવી અને આરોગ્યલક્ષી જાગૃતિ બદલ સમસ્ત તડના ગ્રામજનોને અભિનંદન પાઠવ્યાં હતાં.

કલેક્ટરએ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, મધ્યાહ્નભોજન યોજનામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, આંગણવાડીમાં બાળકોને પૂરતો નાસ્તો, ટેક હોમ રાશન સહિતના મુદ્દે માર્ગદર્શિત કર્યા હતાં.

કલેક્ટરએ હાઈરિસ્ક ધરાવતી ધાત્રીમાતાઓ, કુપોષિત અને અતિ કુપોષિત બાળકો વિશે જાણકારી મેળવી અને આશાવર્કર બહેનો દ્વારા નિયમિત તપાસણી સહિતના આરોગ્યલક્ષી પગલા લેવા સૂચનાઓ આપી હતી.પી.એમ.જે.એ.વાય કાર્ડની રિન્યૂઅલ પ્રક્રિયા, એફ.પી.એસ. અંતર્ગત અન્ન વિતરણની જાણકારી મેળવી એક અઠવાડિયાની અંદર જ બાકી રહેલી અન્ન વિતરણ કાર્ડની કામગીરી પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

આ રાત્રિસભામાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ઉના ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, એસ.એમ.સી સમિતિના સભ્યો, મામલતદાર સહિત ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande