સુપ્રીમ કોર્ટે, રિનિકી ભુઈયાં કેસમાં કોંગ્રેસ નેતા પવન ખેડાને આગોતરા જામીન આપ્યા
નવી દિલ્હી, 01 મે (હિ.સ.) સુપ્રીમ કોર્ટે, અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની રિનિકી ભુઈયાં સરમા દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર ના કેસમાં કોંગ્રેસ નેતા પવન ખેડાને આગોતરા જામીન આપ્યા છે. જસ્ટિસ જે.કે. માહેશ્વરીની અધ્યક્ષતાવાળી બેંચે આ આદેશ
સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી, 01 મે (હિ.સ.) સુપ્રીમ કોર્ટે, અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની રિનિકી ભુઈયાં સરમા દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર ના કેસમાં કોંગ્રેસ નેતા પવન ખેડાને આગોતરા જામીન આપ્યા છે. જસ્ટિસ જે.કે. માહેશ્વરીની અધ્યક્ષતાવાળી બેંચે આ આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે, આ કેસ રાજકીય પ્રતિસ્પર્ધાનો છે, આવી સ્થિતિમાં પવન ખેડાની વ્યક્તિગત સ્વતંત્રતા જરૂરી છે. કોર્ટે પવન ખેડાને તપાસમાં સહયોગ આપવા અને પરવાનગી વગર દેશ ન છોડવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે પવન ખેડા પુરાવાઓ સાથે ચેડાં નહીં કરે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે.

પવન ખેડાએ, રિનિકી ભુઈયાં દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆરના કેસમાં ગૌહાટી હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ગૌહાટી હાઈકોર્ટે પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવી દેતા કહ્યું હતું કે, તેમણે રાજકીય લાભ લેવા માટે એક નિર્દોષ મહિલાને વિવાદોમાં ઘસેડી હતી. હાઈકોર્ટ પહેલા તેલંગાણા હાઈકોર્ટે પવન ખેડાને 10 એપ્રિલે એક સપ્તાહના ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટના આદેશને અસામ પોલીસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલે એક સપ્તાહના ટ્રાન્ઝિટ આગોતરા જામીન પર રોક લગાવી દીધી હતી.

હકીકતમાં, અસમમાં એફઆઈઆર નોંધાયા બાદ, અસામ પોલીસે 7 એપ્રિલે દિલ્હી સ્થિત પવન ખેડાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, પરંતુ પવન ખેડા તેમના નિવાસસ્થાને મળ્યા નહોતા. આ એફઆઈઆર પવન ખેડા દ્વારા રિનિકી ભુઈયાં વિરુદ્ધ અનેક પાસપોર્ટ રાખવાના આરોપ લગાવ્યા બાદ નોંધવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande