ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા, પોલીસની કાર્યવાહી
ભાવનગર, 01 મે (હિ.સ.) : ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. શહેરના અલકા ટોકીઝ નજીક અલીફ પ્લાઝા સામે આવેલી જાહેર જગ્યામાં હાર-જીતનો જુગાર રમતા સાત શખ્સોને નીલમબાગ પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે
ભાવનગર


ભાવનગર, 01 મે (હિ.સ.) : ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. શહેરના અલકા ટોકીઝ નજીક અલીફ પ્લાઝા સામે આવેલી જાહેર જગ્યામાં હાર-જીતનો જુગાર રમતા સાત શખ્સોને નીલમબાગ પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપીઓ જાહેરમાં બેઠા રહી નાણાંનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

આ કાર્યવાહીમાં પોલીસે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 22,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.. જેને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત દેખરેખ રાખી હતી અને યોગ્ય સમયે દરોડો પાડી આ કાર્યવાહી સફળ બનાવી છે. શહેરમાં આવા ગેરકાયદેસર કાર્યોને બિલકુલ સહન કરવામાં નહીં આવે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. સાથે જ સામાન્ય નાગરિકોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ પોતાના વિસ્તારમાં આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે અને પોલીસની ઝડપી કામગીરીને લોકો દ્વારા સરાહના મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande