મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતા તરફ એક અર્થપૂર્ણ પહેલ ભાવનગર મંડળમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન
ભાવનગર 1 મે (હિ.સ.) —આપાતકાલીન પરિસ્થિતિઓમાં મહિલાઓને મળશે તાત્કાલિક સુવિધા કર્મચારી હિત નિધિના સૌજન્યથી પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા 30 એપ્રિલ 2026 (ગુરૂવાર) ના રોજ એક સરાહનીય પહેલ અંતર્ગત બાલ મંદિર અને કિડ્સ હટ સ્કૂલના પ
મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતા તરફ એક અર્થપૂર્ણ પહેલ


ભાવનગર 1 મે (હિ.સ.)

—આપાતકાલીન પરિસ્થિતિઓમાં મહિલાઓને મળશે તાત્કાલિક સુવિધા

કર્મચારી હિત નિધિના સૌજન્યથી પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા 30 એપ્રિલ 2026 (ગુરૂવાર) ના રોજ એક સરાહનીય પહેલ અંતર્ગત બાલ મંદિર અને કિડ્સ હટ સ્કૂલના પ્રાંગણમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સંગઠનની અધ્યક્ષા શાલિની વર્માએ વિધિવત રિબન કાપીને મશીનનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે આ પહેલ મહિલાઓના આરોગ્ય, સ્વચ્છતા અને ગૌરવને મજબૂત બનાવવાના સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ તરફ પણ એક મહત્વપૂર્ણ પગલું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ મશીનનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિઓમાં શિક્ષિકાઓ અને અન્ય મહિલા કર્મચારીઓને તાત્કાલિક અને આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

ઉદ્ઘાટન સમારંભ દરમિયાન સંગઠનની ઉપાધ્યક્ષા, સચિવ તથા અન્ય સભ્યો સાથે સાથે શાળાની શિક્ષિકાઓ પણ હાજર રહી. તમામે આ પહેલની પ્રશંસા કરી અને તેને મહિલા સશક્તિકરણ તરફનું એક ઉપયોગી પગલું ગણાવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande