અમરેલીના શાંતાબા ગજેરા કેમ્પસના શુટર્સનો કમાલ: રાજ્યકક્ષાએ 7 પદકો સાથે ગૌરવપૂર્ણ સિદ્ધિ
અમરેલી, 01 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં યોજાયેલી “ઇન્ટર ડ્ઢન્જીજી શૂટિંગ લીગ–2026”માં કેમ્પસના શુટર્સ
અમરેલીના શાંતાબા ગજેરા કેમ્પસના શુટર્સનો કમાલ: રાજ્યકક્ષાએ 7 પદકો સાથે ગૌરવપૂર્ણ સિદ્ધિ


અમરેલી, 01 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની શૂટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં યોજાયેલી “ઇન્ટર ડ્ઢન્જીજી શૂટિંગ લીગ–2026”માં કેમ્પસના શુટર્સે અદભૂત ચોકસાઈ અને રમતિયાળતા દાખવી કુલ 7 પદકો પોતાના નામે કર્યા છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતની 6 વિવિધ ડ્ઢન્જીજી શાળાઓમાંથી આશરે 140 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કડક સ્પર્ધા વચ્ચે પણ અમરેલીના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સ્પર્ધામાં આકાશ રાજપરા, સૃષ્ટિ બાંભણીયા અને રાજેશ બાંભણીયાએ પોતાની-પોતાની કેટેગરીમાં સુવર્ણ પદક જીતીને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે ખુશાલી વાઘેલા, ગુંજલ તાવીયા અને યુગ વેકરીયાએ રજત પદક પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત રીના તાવીયાએ કાંસ્ય પદક મેળવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ કોચિંગ ટીમનું માર્ગદર્શન અને સતત મહેનતનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું જણાવાયું છે. વિદ્યાર્થીઓએ સતત અભ્યાસ અને પ્રેક્ટિસ દ્વારા આ સફળતા હાંસલ કરી છે.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા અને મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરાએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. આ સિદ્ધિએ અમરેલી જિલ્લાના શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રમાં એક નવી ઊંચાઈ સર કરી છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande