વલસાડ એલ.સી.બીનો મોટો ઘા: વાપી પાસે ₹5.58 લાખનો વિદેશી દારૂ જપ્ત, વેગેનાર કાર સહિત મુદ્દામાલ કબજે
વલસાડ, 01 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી)એ પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરતા વાપી નજીક નેશનલ હાઈવે નં.48 પર દમણ તરફથી આવતી એક કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કુલ ₹5,58,240નો મુદ્દામાલ
દારૂ સાથે જપ્ત મારુતિ સુઝુકી વેગનાર


વલસાડ, 01 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી)એ પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરતા વાપી નજીક નેશનલ હાઈવે નં.48 પર દમણ તરફથી આવતી એક કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કુલ ₹5,58,240નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ટીમ પ્રોહિબિશન ગુનાઓને રોકવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી ખાતે યુપીએલ ઓવરબ્રિજ નજીક દમણગંગા સ્મશાનભૂમિ સામે હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું.

ચેકિંગ દરમ્યાન MH-43-CE-6115 નંબરની સફેદ મારુતી સુઝુકી વેગેનાર કારને રોકી તપાસ કરતાં તેમાં પેક બોક્સમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 1152 નંગ (246.120 લીટર) વિદેશી દારૂની બોટલો/ટીન, જેની કિંમત ₹2,58,240 છે, કબજે કર્યા હતા. સાથે કારની કિંમત ₹3,00,000 ગણતા કુલ ₹5,58,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે અજાણ્યા કાર ચાલક સામે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande