છ ટકા વસ્તી ધરાવતાં ગુજરાતનું દેશનાં જીડીપીમાં આઠ ટકા યોગદાનઃ હર્ષ સંઘવી
સુરત, 01 મે (હિ.સ.) : સુરતનાં આંગણે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત સ્થાપના દિવસનાં અવસરે ઉપસ્થિત તમામ અતિથિઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસનાં વિ
वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस का भव्य शुभारंभ करते हुए मुख्यमंत्री भूपेंद्र पटेल,उप मुख्यमंत्री हर्ष संघवी


સુરત, 01 મે (હિ.સ.) : સુરતનાં આંગણે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત સ્થાપના દિવસનાં અવસરે ઉપસ્થિત તમામ અતિથિઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસનાં વિપુલ અવસરોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં વાઈબ્રન્ટ ગુજરાતનો પાયો નાખવામાં આવ્યો હતો. જે આજે વટવૃક્ષ બની ચુક્યું છે. માત્ર 76 એમઓયુ સાથે શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત આજે લાખો કરોડો રૂપિયાનાં રોકાણોથી છલકાઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેણે જણાવ્યું હતું કે, 2010માં 41 હજાર કરતાં વધુ એમઓયુ થયા હતા જેની કુલ રકમ 26 લાખ કરોડ પર પહોંચી હતી. આજે વાઈબ્રન્ટ સમિટનાં ત્રીજા ભાગનો સુરતથી પ્રારંભ થયો છે ત્યારે તેમણે આ યાત્રામાં યોગદાન આપનારા અને સહયોગ કરનારા તમામ રોકાણકારો અને ઉદ્યોગપતિઓનો આઈભાર વ્યક્ત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટને માત્ર ગાંધીનગર અને અમદાવાદ સુધી સીમિત રાખવાને બદલે નાના વેપારીઓ અને રોકાણકારોને તેમના વિસ્તારમાં જ લાભ મળે તે માટે રિઝનલ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં વિકાસની ગાથા વર્ણવતાં તેઓએ જણાવ્યું હતું કે, સને 2003માં ગુજરાતની જીડીપી માત્ર 1.19 લાખ કરોડ હતી જે સને 2012-13 સુધી વધીને 7.20 લાખ કરોડને આંબી ચુકી છે અને આજે આ આંકડો 27 લાખ કરોડને પણ વટાવી ચુક્યો છે. દેશની કુલ વસ્તીનાં છ ટકા અને પાંચ ટકા જમીન ધરાવતું ગુજરાત રાજ્ય દેશનાં કુલ ડીજીપીમાં આઠ ટકાનું યોગદાન આપી રહ્યું હોવાનું હર્ષ સંધવીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, મર્ચેન્ટાઈલ ક્ષેત્રમાં ગુજરાતનું દેશભરમાં 27 ટકા જ્યારે કાર્ગો હેન્ડલિંગમાં 40 ટકા યોગદાન છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં પણ રાજ્ય 3.5 ટકા સાથે પ્રગિત કરી રહ્યું છે જે અન્ય રાજયોની તુલનામાં બે ગણો છે. રાજ્ય સરકાર ઔદ્યોગિક એકમો અને રોકાણકારોનાં હિતને ધ્યાને રાખીને જ તેમના સહયોગીની ભૂ્મિકા નિભાવી રહ્યું હોવાનું જણાવતાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આજે કોઈપણ વેપારીને સરકારી કચેરીનાં ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર કટિબદ્ધ છે અને જેનાં ભાગરૂપે જ સને 2024-25માં પાંચ હજાર કરોડથી વધારે રૂપિયાનું ઈન્સેટિવ વિતરણ કરવામાં આવ્યું છે અને આ વર્ષે આ આંકડો સાત હજાર કરોડને આંબી જશે. રાજ્ય સરકાર પારંપરિક ઉદ્યોગની સાથે સાથે હવે ભવિષ્યની તકો પર પણ ગંભીરપણે આગળ વધી રહી છે અને તેનાં ભાગરૂપે જ આગામી દિવસોમાં ડેટા સેન્ટરથી માંડીને એવિએશન સેક્ટરમાં પણ નવી તકો ઉપલબ્ધ થશે. દક્ષિણ ગુજરાત રાજ્યની જીડીપીમાં હાલમાં 25 ટકા યોગદાન આપી રહ્યું છે અને આ ટકાવારી વધે તે માટે સ્પેશ્યલ ઈકોનોમિક રિઝન દક્ષિણ ગુજરાતનાં રોડમેપ પર કામ શરૂ થઈ ચુક્યું હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતમાં રહેલી ઔદ્યોગિક તકો અને વિકાસનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, માત્ર ડાયમંડ અને ટેક્સટાઈલ જ નહીં પરંતુ આજે સુરતમાં દેશની 60 ટકા સોલાર પેનલનું મેન્યુફેકચરિંગ થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ - તાપી અને નવસારી સહિત ગમે તે ખુણે આવેલ ઔદ્યોગિક એકમો માત્ર દોઢ કલાકમાં જ પોર્ટ સુધી પહોંચે તેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને જેને કારણે લોજીસ્ટીક ખર્ચમાં પણ એકમોને ઘટાડો થઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande