ગઢડામાં મોડી રાત્રે આગનો કાળો કહેર, સદનસીબે કોઇ જાનહાની નહી
બોટાદ, 01 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ સામે આવતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ગઢડાના સામા કાંઠા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના રહેવાસીઓ ચોંકી ઉઠ્યા હતા. આગ એટલી વિકરાળ હતી ક
આગ


બોટાદ, 01 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ સામે આવતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ગઢડાના સામા કાંઠા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના રહેવાસીઓ ચોંકી ઉઠ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં મકાનનો એક ભાગ તેમજ પાર્ક કરેલી ઇકો કાર અને એક ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ઘટનાની જાણ થતા જ ગઢડા ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ તેમજ પીજીવીસીએલની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી. વીજ પુરવઠો બંધ કરીને આગ વધુ ફેલાય નહીં તે માટે પીજીવીસીએલ દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, પરંતુ મકાનમાં રહેલ માલમત્તાને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.હાલ આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા ઘટના અંગે નોંધ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande