અમદાવાદ નજીક સાણંદના મોરૈયામાં કલરની ફેક્ટરીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર
- ધુમાડાના ગોટેગોટા ગોટેગોટા 10 કિલોમીટર દૂર બાવળા સુધી દેખાયા - 18થી વધુ ફાયર ગાડીઓ આગ બુઝાવવા મેદાને સાણંદ/અમદાવાદ,19 મે (હિ.સ.) અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. જેમાં મોરૈયા બ્રિજ નજીક ચાંગોદર-મોરૈયા હાઈવે પ
Massive fire breaks out in paint factory in Moraiya, Sanand near Ahmedabad


Massive fire breaks out in paint factory in Moraiya, Sanand near Ahmedabad


- ધુમાડાના ગોટેગોટા ગોટેગોટા 10 કિલોમીટર દૂર બાવળા સુધી દેખાયા

- 18થી વધુ ફાયર ગાડીઓ આગ બુઝાવવા મેદાને

સાણંદ/અમદાવાદ,19 મે (હિ.સ.) અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. જેમાં મોરૈયા બ્રિજ નજીક ચાંગોદર-મોરૈયા હાઈવે પર આવેલી એસડી પેઇન્ટ્સ નામની કલરની કંપનીમાં પણ ભીષણ આગ લાગી છે. આ કંપનીમાં લાગેલી આગના કારણે પણ દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે અને ત્યાં પણ ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ હતી.ઘટનાની ગંભીરતાને જોતાં ફાયરનો મેજર કોલ જાહેર કરાયો છે.

અમદાવાદ નજીક ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાણંદના મોરૈયા બ્રિજ નજીક બપોરે 12 વાગ્યાની આસપાસ એક એસડી પેઇન્ટ્સ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ધડાકાના અવાજ પણ સંભળાયા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

એસડી પેઇન્ટ્સ કંપનીમાં લાગેલી આગે કેમિકલ અને જ્વલનશીલ પદાર્થોના કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આજે કંપનીમાં રજા હોવાના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે

આગ એટલી પ્રચંડ છે કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા 10 કિલોમીટરો દૂર બાવળા સુધી દેખાઈ રહ્યા હતા. હાલ ફાયર ફાઈટર્સ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટેના સઘન પ્રયાસો ચાલુ છે

પરંતુ આ ભીષણ અકસ્માતમાં કંપનીનો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ફાયર ફાઈટર્સ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટેના સઘન પ્રયાસો ચાલુ છે. હાલ ફાયર વિભાગની 18થી વધુ ગાડીઓ દ્વારા પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે

ફાયર ઓફિસર મનુ સોલંકીએ કહ્યું કે, મોરૈયા બ્રિજની બાજુમાં, બસ સ્ટેન્ડની જોડે એસબી પેઇન્ટ્સ નામની એક કંપની છે. એમાં લગભગ સોલ્વન્ટનો જથ્થો વધારે છે, થિનર વધારે છે, પેઇન્ટ્સની કંપની છે એટલે આગ તો બહુ મોટી લાગી છે, વિકરાળ છે આગ. હવે અમદાવાદથી લગભગ 10 થી 12 ગાડી વધારે મંગાવી છે, આજુબાજુની બીજી ગાડીઓ મંગાવી છે. એટલે લગભગ અડધું કવર થઈ ગયું છે, પણ આજુબાજુમાં બધી પેઇન્ટ્સની અને કલરની જે કંપનીઓ છે હવે એને બચાવવાની છે. બાકી ત્યાં લાગશે તો બહુ મોટો હોનારત થઈ જાય એવું છે. એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડ એમનું કામ કરી રહી છે અને આગ ઓલવવાની કામગીરી સતત ચાલુ છે.કોઈ જાનહાનિ થઇ નથી કંપની ચાલુ જ હતી અને વર્કરો પણ અંદર કામ કરી રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande