સોમનાથ જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો માટે અરજી કરી શકશે
સોમનાથ,21 મે (હિ.સ.) સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો જેવા કે, બહુસ્તરીય પધ્ધત
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ


સોમનાથ,21 મે (હિ.સ.) સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ 2026-27 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો જેવા કે, બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તથા ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ જેવી યોજના નવી બાબત તરીકે મંજુર થયેલ હોય જેના માટે નવીન આઇ - ખેડુત પોર્ટલ 2.0 20 મે થી 19 જૂન સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. તો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુમાં જણાવવાનું કે, ચાલુ વર્ષ 2026-27 થી નવીન આઇ-ખેડુત પોર્ટલ 2.0 પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓર્થેન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે. ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande