
ગીર સોમનાથ, 02 મે (હિ.સ.)ગીર સોમનાથના એલ.સી.બી.ના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ. એ.બી.ગોહીલ નાઓની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ. હરેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. રવિભાઇ ગોહીલ તથા પો.કોન્સ. અશોકભાઈ મોરી નાઓને મળેલ બાતીમ આધારે વડનગર પો.સ્ટે. ગુ.ર.નં.૩૪૧/૨૦૨૪ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨),(એન), પોકસો કલમ ૪,૫(એલ), ૬,૮,૧૨,૧૭ મુજબના ગુન્હાના કામે મહેસાણા જિલ્લા જેલ ખાતે સજા ભોગવતો હોય અને તા.૧૧/૧૦/૨૦૨૫ ના રોજ વચગાળાના જામીન પરથી જેલમાં હાજર થવાના બદલે છેલ્લા ૦૧ વર્ષથી નીચે જણાવેલ વિગત મુજબના ફરાર કેદીને કોડીનાર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડેલ ફરાર કેદી:-
વિપુલસિંહ નાગજીભાઇ ઠાકોર, રહે.ચાખલીયા, તા.વડનગર જી.મહેસાણા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ