આઈપીએલ 2026: કાયલ જેમીસન પર આચારસંહિતા ભંગનો આરોપ, ચેતવણી સાથે એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો
જયપુર, નવી દિલ્હી, 02 મે (હિ.સ.). ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 ના 43માં મુકાબલામાં આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર કાયલ જેમીસન સામે કાર્યવાહી કરવામાં આવી છે. આઈપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, જેમીસન લેવલ-1
ઝડપી બોલર કાયલ જેમીસન


જયપુર, નવી દિલ્હી, 02 મે (હિ.સ.). ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 ના 43માં મુકાબલામાં આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર કાયલ જેમીસન સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આઈપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, જેમીસન લેવલ-1 ના ઉલ્લંઘન માટે દોષિત સાબિત થયા છે, જેના કારણે તેમને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે અને સત્તાવાર ચેતવણી જારી કરવામાં આવી છે.

જેમીસને આઈપીએલની આચારસંહિતાની કલમ 2.5 નું ઉલ્લંઘન કર્યું છે, જે એવા વર્તન સાથે સંબંધિત છે જેમાં ખેલાડી દ્વારા ઉપયોગમાં લેવાયેલી ભાષા, હરકત અથવા ઈશારો બીજા ખેલાડીને ઉશ્કેરી શકે અથવા અપમાનજનક ગણી શકાય.

આ ઘટના રાજસ્થાન રોયલ્સ સામે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા દરમિયાન પ્રથમ દાવની બીજી ઓવરમાં બની હતી. જેમીસને જેવો જ વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો, ત્યારબાદ તે બેટ્સમેનની ખૂબ નજીક જઈને આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો, જેને ઉશ્કેરણીજનક વર્તન માનવામાં આવ્યું હતું.

મેચ રેફરી રાજીવ સેઠ દ્વારા આપવામાં આવેલી સજાને જેમીસને સ્વીકારી લીધી છે.

આ મેચ દિલ્હી કેપિટલ્સે 7 વિકેટથી જીતી લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande