મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ખનિજ વહન પર કડક કાર્યવાહી, ૩ ડમ્પર જપ્ત – લાખોનો દંડ વસૂલ
મહેસાણા,02 મે (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનિજ વહન સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. વડનગર અને મહેસાણા તાલુકામાં વિભાગે સઘન ચેકિંગ હાથ ધરતાં ગેરકાયદે રીતે સાદી રેતી અને બિલ્ડિંગ સ્ટોનનું પરિવહન કરતા વાહન
મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ખનિજ વહન પર કડક કાર્યવાહી, ૩ ડમ્પર જપ્ત – લાખોનો દંડ વસૂલ


મહેસાણા,02 મે (હિ.સ.)

મહેસાણા જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનિજ વહન સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. વડનગર અને મહેસાણા તાલુકામાં વિભાગે સઘન ચેકિંગ હાથ ધરતાં ગેરકાયદે રીતે સાદી રેતી અને બિલ્ડિંગ સ્ટોનનું પરિવહન કરતા વાહનો ઝડપાયા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ ૩ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે, જેઓની અંદાજિત કિંમત રૂપિયા ૯૦ લાખ જેટલી થાય છે.

વિભાગના અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં ગેરકાયદે ખનિજ ખનન અને વહન અંગે ફરિયાદો મળી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જરૂરી દસ્તાવેજો વિના ખનિજ વહન કરતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

આ ઉપરાંત વિભાગે દંડાત્મક કાર્યવાહી કરીને કુલ રૂપિયા ૨.૮૮ લાખનો દંડ પણ વસૂલ્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું કે ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ પગલાંથી જિલ્લામાં ખનિજ માફિયાઓમાં ચકચાર મચી છે અને કાયદેસરની પ્રક્રિયાનો પાલન કરવા માટે સંદેશો પણ ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande