સોમનાથમાં એક જમાનામાં ઘેઘુર વૃક્ષોના ઝુંડ હતા અને તે ઝુંડમાં મધપુડાઓની ભરમાળ હતી ભારતમાં દરવર્ષે 60 હજાર ટન મધનું ઉત્પાદન થાય છે
ગીર સોમનાથ 21 મે (હિ.સ.) 20 મે સમગ્ર વિશ્વમાં વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે વાત અનુસાર ૨૦મે ૨૦૧૭ મધમાખી ઉછેર કરનારા એશોસીએશને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવા માંગણી કરાઈ અને 2018 માં પ્રથમ મધમાખી દિવસ ઉજવાયો હતો મધમાખી ઉછેર ટેકનિકમાં એન્ટોન જાન્સ
સોમનાથમાં એક જમાનામાં ઘેઘુર વૃક્ષોના ઝુંડ હતા


ગીર સોમનાથ 21 મે (હિ.સ.) 20 મે સમગ્ર વિશ્વમાં વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે વાત અનુસાર ૨૦મે ૨૦૧૭ મધમાખી ઉછેર કરનારા એશોસીએશને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવા માંગણી કરાઈ અને 2018 માં પ્રથમ મધમાખી દિવસ ઉજવાયો હતો

મધમાખી ઉછેર ટેકનિકમાં એન્ટોન જાન્સાએ જે પધ્ધતિ વિકસવી તેનો જન્મ પણ 20 મે 1734 માં થયો હતો.જેથી સર્વત્ર સ્વીકૃતિ મળી હતી. પ્રભાસમાં એક સમયે ઘેઘુર વૃક્ષો હતા અને ઝાડ તથા દિવાલો ઉપર મધપુડાના મધપુડાઓ ઝળંબતા રહેતા અને ભૂલેચૂકે છંછેડાય તો ચટકા અને ડંખો લગાવી હેરાન-પરેશાન કરી મકુ તો ડંખને કારણે કયારેક દવાખાને પણ દાખલ થવું પડતું

પ્રભાસ પાટણ માં આવા મધપુડા પાડવાનું કૌશલ્ય ધરાવતા વિશિષ્ટ લોકો પણ હતા કે જેઓ શરીરે કપડા લપેટી વૃક્ષ નીચે ધૂમાડો કરે કે ગાભા બાળી મધપુડા નજદીક ધૂમાડો ફેલાવે તો મધમાખીઓ ઉડી જતી અને તેવા લોકો તેના પુડામાંથી મધ કાઢી વેચતા હતા.મધ એ દવા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે તો દેવ પૂજામાં પણ મધનો ઉપયોગ થાય છે.આરોગ્ય માટે પણ ઉપયોગી છે.

હાલના યુગમાં મધ ઉછેરની પેટીઓ ખેતરમાં ગોઠવી સ્વાવલંબન અને વધુ આર્થિક ઉર્પાજન નજી ટેકનિક સુવિધાઓ સાથે કિશાન ઉપયોગી સાધન બન્યું છે.બાજુના વેરાવળ તાલુકાનાં મીઠાપુર ગામ માં આ સફળ પ્રયોગ થયેલ છે તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-કોડીનાર દ્વારા ત્રણ દિવસની મધમાખી ઉછેરની તાલીમ અવારનવાર યોજાતી રહેતી હોય છે.મધપુડામાં રાણી મધમાખીનું બહુ જ મહત્વ હોય છે.અન્ય માખીઓ માખીના ઈંડામાંથી જન્મતી હજારોની સંખ્યામાં માખીઓ અંદરો-અંદર કામ વહેચી લે છે.મધપુડાના બોકસ ખેતરમાં લગાવવા માટે સરકાર તરફથી સબસીડી પણ મળે છે તે જિલ્લાના બાગાયતી કચેરીમાં પુછવાથી અધિકૃત માહિતી મળી રહે છે.એમ મનાય છે કે 20 લાખ ઉપરાંત ફૂલોમાંથી મધમાખી એક પાઉન્ડ મધ બનાવે છે.આપણા આરોગ્ય માટે આ મધમાખીઓ પોતાનું બલિદાન આપે છે અને એક ચમચી મધ આપણે જેને કહીયે

છીએ તે બનાવવા મધમાખીઓ હજારો માઈલ પ્રવાસ ખેડીને પોતાના જીવનભરની મહેનતનો ત્યાગ કરે છે.એક કહેવાય છેકે ભારતમાં દર વર્ષે 60 હજાર ટન મધ નુ ઉત્પાદન થાય છે

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande