જૂનાગઢ જિલ્લામાં ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
જુનાગઢ,21 મે (હિ.સ.) જૂનાગઢ,તા.૨૧, જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર ખેતીવાડી ખાતાની કીસાન ડ્રોન, એગ્રો સર્વીસ પ્રોવાઈડર, પાક મુલ્યવૃધિ યોજના, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, ગ્રા
જૂનાગઢ જિલ્લામાં ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું


જુનાગઢ,21 મે (હિ.સ.) જૂનાગઢ,તા.૨૧, જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર ખેતીવાડી ખાતાની કીસાન ડ્રોન, એગ્રો સર્વીસ પ્રોવાઈડર, પાક મુલ્યવૃધિ યોજના, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેન્કની સ્થાપના, કસ્ટમ હાયરીંન્ગ સેન્ટરની સ્થાપના,સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મીન્ગ (આઈઓટી ડીવાઈસ) જેવી વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર 21 મે,2026 થી 4 જૂન,2026 સુધી 15 દિવસ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોએ આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર મળેલ OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી/અરજી અરજી કરી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande