
જૂનાગઢ,21 મે (હિ.સ.) માણાવદર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)માં પ્રવેશસત્ર-૨૦૨૬ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થામાં વિવિધ ટેક્નિકલ તથા રોજગારલક્ષી ટ્રેડમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
આઈ.ટી.આઈ. માણાવદર ખાતે ઈલેક્ટ્રીશિયન, વાયરમેન, ફિટર, મિકેનિક ડીઝલ, કોમ્પ્યુટર તેમજ સુઈંગ એન્ડ ટેકનોલોજી જેવા વિવિધ ટ્રેડ ઉપલબ્ધ છે. જેમાં ધોરણ ૮ થી ૧૦ પાસ ઉમેદવારોને પોતાની લાયકાત અનુસાર પ્રવેશ મેળવવાની તક આપવામાં આવી રહી છે.
પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી 23 જૂન નક્કી કરવામાં આવી છે.
આથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ ટેક્નિકલ શિક્ષણ દ્વારા ઉજ્જવળ કારકિર્દી ઘડે તે માટે સંસ્થા દ્વારા અખબાર યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ