રણુજ પોલીસની નાકાબંધીમાં વિદેશી દારૂ ભરેલી નેક્ષોન કાર ઝડપાઈ, કાર ચાલક ફરાર
પાટણ, 21 મે (હિ.સ.) પાટણ જિલ્લાના રણુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી શાખાને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસએ રાત્રિ દરમિયાન નાકાબંધી કરી હતી. બાતમી મુજબ નેક્ષોન કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને પાટણ-ઊંઝા હાઈવે પરથી નોરતા ગામ તરફ જવામાં આવી રહ
રણુજ પોલીસની નાકાબંધીમાં વિદેશી દારૂ ભરેલી નેક્ષોન કાર ઝડપાઈ, કાર ચાલક ફરાર


પાટણ, 21 મે (હિ.સ.) પાટણ જિલ્લાના રણુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી શાખાને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસએ રાત્રિ દરમિયાન નાકાબંધી કરી હતી. બાતમી મુજબ નેક્ષોન કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરીને પાટણ-ઊંઝા હાઈવે પરથી નોરતા ગામ તરફ જવામાં આવી રહી હતી.

સરસાવ ગામના પાદરે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ગાડિયા અને સ્ટાફે પંચો સાથે નાકાબંધી ગોઠવી હતી. નોરતા ગામે સફેદ કલરની નેક્ષોન કારને રોકવાનો ઈશારો કરતા ચાલકે કાર રણુજ તરફ ભગાડી હતી.

પોલીસે પીછો કરતા સરસાવ ગામ પાસે કાર રોકાઈ ગઈ હતી. પોલીસની ઘેરાબંધી જોઈ ચાલક કાર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 1749 વિદેશી દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે 3,21,858 રૂપિયા આંકવામાં આવી છે.

પોલીસે કુલ 5 લાખની નેક્ષોન કાર સહિત 8,21,858 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં કારની ખોટી નંબર પ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પ્રોહિબિશન એક્ટ તથા બી.એન.એસ.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande