પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા સાગર મોદી.
પોરબંદર, 26 મે (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદીની વરણી થતા શહેરભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવા નેતૃત્વને મહાનગરનું સુકાન મળતા ભાજપ કાર્યકરો, સમાજ આગેવાનો અને શહેરજનો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્
પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા સાગર મોદી.


પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા સાગર મોદી.


પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા સાગર મોદી.


પોરબંદર, 26 મે (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદીની વરણી થતા શહેરભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવા નેતૃત્વને મહાનગરનું સુકાન મળતા ભાજપ કાર્યકરો, સમાજ આગેવાનો અને શહેરજનો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.વોર્ડ નં. 9માંથી વિજય મેળવી રાજકારણમાં મજબૂત ઓળખ ઉભી કરનાર સાગર મોદી વર્ષ 2004થી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવ્યા બાદ હવે તેઓ પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે શહેરના વિકાસની નવી દિશા નક્કી કરશે. સાગર મોદીએ આઈ.ટી. સેલ, મીડિયા સેલ, યુવા ભાજપ પ્રમુખ તેમજ શહેર ભાજપ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાજકીય ક્ષેત્ર સાથે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે.

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના જિલ્લા પ્રમુખ તરીકે તેમજ બાલા હનુમાન ગ્રુપ સાથે સ્વયંસેવક તરીકે પણ તેઓ સતત સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહ્યા છે. મેયર તરીકેની જવાબદારી સંભાળતા સાગર મોદીએ પોરબંદરના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે સંકલ્પ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને શહેરમાં વર્ષોથી સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે. યુવા ઉર્જા, સંગઠનનો અનુભવ અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે સાગર મોદી પોરબંદરને નવી ઊંચાઈએ પહોંચાડશે તેવી આશા શહેરજનો વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande