કઠોરમાં કારમાં બેસીને ડ્રગ્સનો વેપલો કરતાં ત્રણ ઝડપાયા
સુરત, 26 મે (હિ.સ.) શહેર પોલીસ દ્વારા ચાલી રહેલા ‘નો ડ્રગ ઇન સુરત સિટી’ અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસને વધુ એક સફળતા મળી છે. કઠોર વિસ્તારમાં કારમાં બેસી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ આરોપીને સ્થાનિક પોલીસે ઝડપી તેમની પાસેથી એમ.ડી. ડ્રગ્સ સહિત કુલ્લે
Arrest


સુરત, 26 મે (હિ.સ.) શહેર પોલીસ દ્વારા ચાલી રહેલા ‘નો ડ્રગ ઇન સુરત સિટી’ અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસને વધુ એક સફળતા મળી છે. કઠોર વિસ્તારમાં કારમાં બેસી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ આરોપીને સ્થાનિક પોલીસે ઝડપી તેમની પાસેથી એમ.ડી. ડ્રગ્સ સહિત કુલ્લે 6.18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલમાં ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઉત્રાણ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફના માણસો ડ્રગ્સના કેસો શોધી કાઢવાની દિશામાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન એવી બાતમી મળી હતી કે, કઠોર ગામ બસ સ્ટેશનથી માનસરોવર તરફ જતા રોડ પર કાળા રંગની સ્કોર્પિયો કારમાં ત્રણ શખ્સો એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી રેડ પાડી ચેતન ગગુભાઈ ભોખલવા , મોહમ્મદ તોસીફ સલીમ શેખ અને યાકુબ જુનેદ શેખ ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ 8.74 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂ.87,400, ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.૨૫ હજાર અને સ્કોર્પિયો કાર કિંમત રૂ.5 લાખ તથા રોકડા રૂ.5,790 તેમજ અન્ય સામાન મળી કુલ રૂ.6,18,190નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande