ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે, સંયુક્ત ઓપરેશનમાં કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેઈન ઝડપ્યુ
- ''યુરોપ'' નામના કાર્ગો શીપમાંથી 118 કિલો જથ્થો મળી આવ્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા અમદાવાદ,27 મે (હિ.સ.) ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેઈન ઝડપાયું.યુરોપ'' નામના કાર્ગો શીપમાંથી 118 કિલો જથ્થો મળી
Cocain worth Rs 1180 crore seized from Kutch sea in joint operation by Gujarat ATS and Coast


Cocain worth Rs 1180 crore seized from Kutch sea in joint operation by Gujarat ATS and Coast


Cocain worth Rs 1180 crore seized from Kutch sea in joint operation by Gujarat ATS and Coast


- 'યુરોપ' નામના કાર્ગો શીપમાંથી 118 કિલો જથ્થો મળી આવ્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા

અમદાવાદ,27 મે (હિ.સ.) ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેઈન ઝડપાયું.યુરોપ' નામના કાર્ગો શીપમાંથી 118 કિલો જથ્થો મળી આવ્યો, એ ક બોટમાં થિયા અને બે દિલ્હીથી આરોપીઓ ઝડપાયા.

ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા એક જહાજમાં થઈ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1000 કરોડની કિંમતનું કોકેઈન ઝડપી પાડ્યું છે.

કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા બે શખસોને આપવાનો હતો. તપાસ ટીમે કુલ ત્રણ લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે. જ્યારે એક વ્યકિત રેડ દરમિયાન દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંદ્રા તરફ આવી રહેલી એક જહાજમાંથી 1180 કરોડની કિંમતનું 118 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ જથ્થો નાની બોટ મારફત કાંઠા તરફ લઈ જવાની તૈયારી હતી. કોકેઈન બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યું હોવાનું અને દિલ્હીમાં ડિલિવરી કરવાની હોવાનું સામે આવ્યું છે.

એટીએસએ જ્યારે જહાજ પર રેડ કરી ત્યારે કોકેઈનના જથ્થા સાથે બે લોકો હતા. જેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યકિત દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા એટીએસ,એ દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઈટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.

એટીએસ પાસે 150 કિલો ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી પરંતુ 118 કિલો જ ડ્રગ્સ મળ્યું છે જેથી બાકીનું ડ્રગ્સનું એક પેકેટ દરિયામાં ફેંક્યું હોવાની શક્યતા છે જેથી એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં તપાસ કરવામાં આવી રહી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, મુંદ્રામાં 'યુરોપ'નામના કાર્ગોશીપ પર બ્રાઝીલમાં કોકેઈનનો જથ્થો લોડ કરાયો હતો. ત્યારબાદ આ શીપ લેટિન અમેરિકા, મેક્સિકો,યુએસએ અને કરાંચી થઈને મુંદ્રા આવી રહ્યું હતું.

કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ પરથી ચરસના 11 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ ભારે સતર્ક બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande