કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 28-29 મે દરમ્યાન ગુજરાત પ્રવાસે
- અમિત શાહની ઉપસ્થિતિમાં બે દિવસ દરમ્યાન વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુત સાથે જુદી જુદી સમીક્ષા અને સંગઠનાત્મક બેઠકો પણ યોજાશે. ગાંધીનગર, 27 મે (હિ.સ.) : ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અ
અમિત શાહના કાર્યક્રમો


- અમિત શાહની ઉપસ્થિતિમાં બે દિવસ દરમ્યાન વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુત સાથે જુદી જુદી સમીક્ષા અને સંગઠનાત્મક બેઠકો પણ યોજાશે.

ગાંધીનગર, 27 મે (હિ.સ.) : ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી 28-29 મે દરમ્યાન ગુજરાત પ્રવાસે પધારશે. અમિત શાહ તા. 28 ના રોજ સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ ધરશે. જેમાં આનંદમ પરિવાર સી.એસ.આર ફંડ દ્વારા વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવ લોકાર્પણ, વડસર, જલુંદ અને સરઢવ ખાતે ટોયોટા કીલોસ્કર મોટર્સ લિમિટેડ સી.એસ.આર. ફંડ દ્વારા નવનિર્મિત વાંચનાલયોનું લોકાર્પણ, અરવિંદ ફાઉન્ડેશન દ્વારા ખાત્રજ ખાતે તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ સામેલ છે.

આ આ ઉપરાંત મોટી ભોયણ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ સોનીપુર ખાતે ગામ તળાવ તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત પણ અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવશે. સોનીપુર ખાતે જ ભાજપાના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને બપોરનું ભોજન પણ ગ્રહણ કરશે.

બાદમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પદાધિકારી બેઠક યોજાશે અને ત્યારબાદ ચાંદખેડા ખાતે સીબીએસસી પ્રાદેશિક કચેરીનું અને સોલામાં ઉમિયાધામ કેમ્પસ ખાતે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડીંગનું લોકાર્પણ શાહના વરદ હસ્તે કરવામાં આવશે. જ્યારે સાંજે એએમસી દ્વારા નવા વાડજ ખાતે ભારત માતા નવનિર્મિત સ્કલ્પચરનું લોકાર્પણ અને બાદમાં સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે ઓલમ્પિક કોમનવેલ્થ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ શાહની અધ્યક્ષતામાં યોજાશે. 28 મે ના રોજ મોડી સાંજે આ કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ શાહ કચ્છમાં ભુજ ખાતે જવા રવાના થશે. આ માહિતી ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગે જણાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande