આગામી ચોમાસાની ઋતુ ધ્યાને લઈને જિલ્લા કલેકટર તેજસ પરમારની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સુરત, 27 મે (હિ.સ.) : આગામી ચોમાસાની સીઝન-2026ને ધ્યાને લઈને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષસ્થાતામાં પ્રિ-મોન્સુન પ્રીપર્ડનેશ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ આયોજનની સમીક્ષા અંગેની મીટીંગ કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આગામી
Surat


સુરત, 27 મે (હિ.સ.) : આગામી ચોમાસાની સીઝન-2026ને ધ્યાને લઈને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષસ્થાતામાં પ્રિ-મોન્સુન પ્રીપર્ડનેશ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ આયોજનની સમીક્ષા અંગેની મીટીંગ કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.

આગામી ચોમાસું સીઝનમાં સુરત શહેર-જીલ્લામાં ભારે વરસાદ, પુર, વોટર લોગીંગ અને વાવાઝોડાને કારણે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેની તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરવા અને તમામ વિભાગ દ્વારા કરવાની થતી પ્રિ-મોનસુન કામગીરીની અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટરએ જિલ્લામાં વરસાદી પાણીને અવરોધ રુપ કોઈ પણ દબાણો દૂર કરવા, ચોમાસા દરમિયાન તમામ લાઈન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, શહેર અને જીલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના, પુર, ખાડીપુરના પ્રશ્નો ઉદ્દભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા, ચોમાસા દરમિયાન જીલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ/કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા તથા સ્થળાંતર કરવાના કિસ્સામાં શેલ્ટરહોમ અંગે પણ વિગતે જાણકારી મેળવી તેમણે સૌને પોતાના વિભાગના કામગીરીની વિગતો અધ્યતન કરવા સુચના આપી હતી.

આ ઉપરાંત તેમણે એન. ડી. આર. એફ અને એસ. ડી. આર. એફ પાસે ઉપલબ્ધ સાધનો અંગે જાણકારી મેળવી તમામ સાધનો ચાલુ હાલતમાં હોય એ સુનિશ્ચિત કરવા ખાસ તાકીદ કરી હતી.

વધુમાં ચોમાસા દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોના સર્વે કરી બોર્ડ લગાવવા, જોખમી ઝાડ, વીજ પોલ, હોર્ડીંગ્ઝ, મકાનો દુર કરવા, ફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી- મોનસુન ઈન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, સુવાલી બીચ, ડુમસ, ડભારી બીચ સહિત હરવા ફરવાના સ્થળો પર દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવા તેમજ જે રસ્તા/કોઝવે પરથી પાણી પસાર થતા હોય તે રસ્તા બ્લોક કરી રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત રાખવા બાબત, આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરવઠો જળવાય, વીજળી, ગેસ, અનાજ, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની આવશ્યક સેવાઓ જળવાય રહે, વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે ત્યાં અગાઉથી જ સ્થળાંતર કરાવવા બાબત, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરી આ સમસ્યાના ઉકેલ માટે સંપર્ક અધિકારીની માહિતી સબંધિત વિભાગોને આપવા સહિતની બાબતો અંગે કલેક્ટર તેજસ પરમારે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

અતિવૃષ્ટિ કે વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરવા અન્ય સહાય ચૂકવણાં અંગે અગાઉથીજ સર્વે ટીમ બનાવી સહાય સમયસર ચૂકવાય તે માટે સૂચના આપી હતી. ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ, પંચાયત હસ્તકના રસ્તાઓ, મેટ્રો, DFCIL સહિતના રસ્તાઓ પરના ખોદકામ, પેચવર્ક જુન પહેલા પૂર્ણ કરી ટ્રાફીક જામ તેમજ અકસ્માતો ન થાય તે બાબતે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા હિટવેવ એડવાઈઝરી સંદર્ભે અગમચેતીના પગલાઓ લેવા તથા પ્રારંભિક ચેતવણી અંગે લોકોને માહિતગાર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની, ટોરેન્ટ પાવર, પાણી પુરવઠા તથા અન્ય આવશ્યક સેવા સાથે સંકળાયેલા વિભાગોને આગોતરું આયોજન કરી લેવા સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા જ્યારે પ્રાંત અધિકારીઓ, તમામ તાલુકાના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ વિડિઓ કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande