તમિલનાડુના મુખ્યમંત્રી વિજય, આગામી દિલ્હી પ્રવાસ દરમિયાન રાહુલ-સોનિયા સાથે મુલાકાત કરશે: ક્રિસ્ટોફર તિલક
નવી દિલ્હી, 28 મે (હિ.સ.). તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય, મુખ્યમંત્રી બન્યા બાદ બુધવાર (27 મે) ના રોજ પ્રથમ દિલ્હી પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ આ
રાજ્યસભાના સભ્ય એમ. ક્રિસ્ટોફર તિલક


નવી દિલ્હી, 28 મે (હિ.સ.). તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય, મુખ્યમંત્રી બન્યા બાદ બુધવાર (27 મે) ના રોજ પ્રથમ દિલ્હી પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ આજે સવારે ચેન્નઈ પરત જવા રવાના થઈ ગયા હતા. દિલ્હીના પ્રથમ પ્રવાસ દરમિયાન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિત કોઈ પણ કોંગ્રેસી નેતાને ન મળવા અંગે સવાલો ઉઠવા લાગ્યા હતા. આ અટકળો પર વિરામ મુકતા રાજ્યસભાના સભ્ય એમ. ક્રિસ્ટોફર તિલકે જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતૃત્વ કર્ણાટક અને ઝારખંડના મુદ્દાઓમાં વ્યસ્ત હતું. મુખ્યમંત્રી વિજય ટૂંક સમયમાં ફરી દિલ્હી આવશે અને તે સમયે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે.

એમ. ક્રિસ્ટોફર તિલકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની દિલ્હી મુલાકાત સંપૂર્ણપણે સત્તાવાર હતી અને કોંગ્રેસના નેતાઓની વ્યસ્તતાના કારણે મુલાકાત ટળી ગઈ હતી. તેમણે કહ્યું કે, વિજયે વડાપ્રધાન સાથે મુલાકાત કરીને પરત ફરવાનો નિર્ણય કર્યો અને આગામી પ્રવાસમાં રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી સાથે મુલાકાત ચોક્કસપણે થશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / જીતેન્દ્ર તિવારી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande