જામનગર જિલ્લામાં પ્રોહીબિશનના 4 દરોડામાં, દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે કાર્યવાહી
જામનગર, 31 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી દારૂના જથ્થા સાથે ચાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ દેશી
દારૂ


જામનગર, 31 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી દારૂના જથ્થા સાથે ચાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. તમામ બનાવોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

જામનગર શહેરના અશોક સમ્રાટનગર વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડે દરોડો પાડી હસીનાબેન દિનમામદ બ્લોચ મકરાણીના રહેણાંક મકાનમાંથી અંદાજે 6 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન મહિલા આરોપી હાજર મળી ન આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

શહેરના શંકરટેકરી વિસ્તારમાં ભરત પાન પાસે, પોલીસે મયંક ભરતભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતાં પરમીટ વગર રાખવામાં આવેલી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બે સીલબંધ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ નજીક, પેટ્રોલિંગ દરમિયાન પોલીસે અનિલભાઈ જીવનભાઈ કવૈયાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પરમીટ વગર રાખવામાં આવેલી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુરમાં ઘઉંના ગોડાઉન નજીક જાહેરમાં ફરી રહેલા સતાર ગુલમામદ સાટીને પોલીસે શંકાસ્પદ હાલતમાં અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી અંગ્રેજી દારૂની બોટલ મળી આવતા પોલીસે સ્થળ પર જ દારૂ કબજે કરી તેની અટકાયત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande