નેપાળ: કોઈપણ ભૂમિહીન વ્યક્તિને બેઘર કરવામાં આવશે નહીં: પ્રધાનમંત્રી
કાઠમાંડુ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.). નેપાળની રાજધાની કાઠમાંડુમાં નદી કિનારે અને સરકારી જમીન પર વસેલી ભૂમિહીન વસાહતોને હટાવવાની કાર્યવાહી વચ્ચે ફેલાઈ રહેલી આશંકાઓ પર પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે સ્પષ્ટ કર્યું છે કે, સરકારનો કોઈ પણ નાગરિકને બેઘર કરવાન
નેપાળના  પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ


કાઠમાંડુ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.). નેપાળની રાજધાની કાઠમાંડુમાં નદી કિનારે અને સરકારી જમીન પર વસેલી ભૂમિહીન વસાહતોને હટાવવાની કાર્યવાહી વચ્ચે ફેલાઈ રહેલી આશંકાઓ પર પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે સ્પષ્ટ કર્યું છે કે, સરકારનો કોઈ પણ નાગરિકને બેઘર કરવાનો કોઈ ઈરાદો નથી.

સામાજિક માધ્યમ પ્લેટફોર્મ પર જાહેર કરેલા એક સંદેશમાં તેમણે કહ્યું કે, સરકારી જમીન પર અતિક્રમણવાળા વિસ્તારોમાં કાયદા મુજબ ચાલી રહેલી વ્યવસ્થાપન પ્રક્રિયા અંગે લોકોમાં યોજનાબદ્ધ રીતે ડર ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે નાગરિકોને વણચકાસાયેલી માહિતી અને ભ્રમમાં ન પડવાની અપીલ કરી છે.

પ્રધાનમંત્રી બાલેન્દ્રએ સ્પષ્ટ કર્યું કે, તાજેતરના સરકારી પગલાંનો ઉદ્દેશ્ય ભૂમિહીન લોકોને રસ્તા પર લાવવાનો નથી, પરંતુ તેમના આવાસના અધિકારને સુનિશ્ચિત કરવાનો છે. તેમણે માહિતી આપી હતી કે, આ સમસ્યાના લાંબાગાળાના નિરાકરણમાં અવરોધરૂપ બની રહેલી જમીન સંબંધિત- 2021ની કેટલીક જોગવાઈઓને સરકારે વટહુકમ દ્વારા હટાવી દીધી છે.

કાયદાકીય અવરોધો દૂર થયા પછી, હવે સરકાર વાસ્તવિક ભૂમિહીન નાગરિકોની ઓળખ માટે ડિજિટલ ડેટા સંગ્રહ, વિગતોની ચકાસણી અને સ્પષ્ટ આધારે રેકોર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે. સરકારને વિશ્વાસ છે કે, આનાથી ભૂમિહીનોની વાસ્તવિક સ્થિતિ સામે આવશે અને સમસ્યાનો પારદર્શક તથા કાયમી ઉકેલ શક્ય બનશે.

સરકારની યોજના મુજબ, જોખમી અને અસુરક્ષિત સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત અને વ્યવસ્થિત સ્થળોએ સ્થાનાંતરિત કરવામાં આવશે. અન્ય ભૂમિહીન નાગરિકોના કિસ્સામાં સંબંધિત આયોગની ભલામણ અને એકત્રિત કરવામાં આવેલા આંકડાઓના આધારે જરૂરી નિર્ણયો લેવામાં આવશે.

પ્રધાનમંત્રીએ એવો પણ વિશ્વાસ અપાવ્યો હતો કે, વસાહત વ્યવસ્થાપનના નામે કોઈની સાથે અન્યાય થશે નહીં. તેમણે કહ્યું કે સરકારના તમામ પગલાં લોકોને હટાવવા માટે નહીં, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના હેતુથી લેવામાં આવી રહ્યા છે.

સંદેશમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દરેક ભૂમિહીન નાગરિક માટે સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને કાયમી આવાસ સુનિશ્ચિત કરવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ સાથે તેમણે દરેકને બિનજરૂરી ગભરાટ ન ફેલાવવા અને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande