પાટણ જિલ્લા ભાજપ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પુંડુચેરીમાં પાર્ટીની જીત નિમિત્તે વિજયોત્સવ યોજાયો
પાટણ, 04 મે (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પુંડુચેરીમાં પાર્ટીની જીત નિમિત્તે વિજયોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી અને જીતની ખુશી વ્યક્ત કરી હતી. વિજયોત્સવમાં જિલ્લા ભાજ
પાટણ જિલ્લા ભાજપ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પુંડુચેરીમાં પાર્ટીની જીત નિમિત્તે વિજયોત્સવ યોજાયો

પાટણ જિલ્લા ભાજપ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પુંડુચેરીમાં પાર્ટીની જીત નિમિત્તે વિજયોત્સવ યોજાયો

પાટણ, 04 મે (હિ.સ.) : પાટણ જિલ્લા ભાજપ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પુંડુચેરીમાં પાર્ટીની જીત નિમિત્તે વિજયોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી અને જીતની ખુશી વ્યક્ત કરી હતી.

વિજયોત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ અને મહામંત્રી સંજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે શહેર સંગઠનના હોદ્દેદારો અને નવનિયુક્ત નગરસેવકો પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં મહિલા, યુવા, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ-જનજાતિ, લઘુમતિ અને કિસાન મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યકરોએ ભાજપના સમર્થનમાં નારા લગાવી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande