આજે અમદાવાદમાં પારો 41ને પાર, 6 અને 7 મેએ દરિયાકાંઠા વિસ્તારમાં હિટવેવની આગાહી
અમદાવાદ, 04 મે (હિ.સ.) : ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંત થી જ મે મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામ
આજે અમદાવાદમાં પારો 41ને પાર, 6 અને 7 મેએ દરિયાકાંઠા વિસ્તારમાં હિટવેવની આગાહી


અમદાવાદ, 04 મે (હિ.સ.) : ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંત થી જ મે મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ સક્રિય સિસ્ટમોને કારણે પવનની દિશા બદલાઈ છે, જેના પરિણામે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉકળાટ અને બફારો યથાવત રહેશે.

ગઇકાલે સુરેન્દ્રનગર 42.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું ત્યારે આગામી સાત દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

7 દિવસ સુધી તાપમાનમાં કોઈપણ બદલાવ મળશે નહીંહવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. મહત્તમ તાપમાન કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પર પહોંચી જવાનું પૂર્વાનુમાન છે. 6 અને 7 તારીખે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાનું અનુમાન છે. 9 અને 10 તારીખે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

વધુમાં એ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાશે.

અમદાવાદમાં આજે તાપમાન 41 ડિગ્રી રહેવાનું અનુમાન છે. સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અત્યારે 7 દિવસ સુધી તો તાપમાનમાં કોઈપણ મોટો બદલાવ મળશે નહીં. તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે તે રાજસ્થાન અને ગુજરાતથી પસાર થઈ રહી છે.

અમદાવાદમાં ગતરોજ રવિવારે મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.7 ડિગ્રી વધુ છે. આજરોજ તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ જ રહેવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, લઘુત્તમ તાપમાન પણ 27.2 ડિગ્રી રહેતા રાત્રિના સમયે પણ ઉકળાટનો અનુભવ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande