મનપા સંચાલિત સુમન શાળાનું 98.48 ટકા જ્યારે આઠ શાળાનું 100 ટકા પરિણામ
સુરત, 04 મે (હિ.સ.): સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારના બાળકો માટે સુરત શહેરમાં કુલ ચાર સુમન હાઇસ્કુલ શરૂ કરવામાં આવેલ હતી, હાલ સુરત શહેરમાં જુદા જુદા મધ્યમોની કુલ-29 સુમન હાઇસ્કુલો કાર્યરત છે તમામ સુમન હાઇસ્કુલો ખાતે અદ્યતન ટેકનો
મનપા સંચાલિત સુમન શાળાનું 98.48 ટકા જ્યારે આઠ શાળાનું 100 ટકા પરિણામ


સુરત, 04 મે (હિ.સ.): સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારના બાળકો માટે સુરત શહેરમાં કુલ ચાર સુમન હાઇસ્કુલ શરૂ કરવામાં આવેલ હતી, હાલ સુરત શહેરમાં જુદા જુદા મધ્યમોની કુલ-29 સુમન હાઇસ્કુલો કાર્યરત છે તમામ સુમન હાઇસ્કુલો ખાતે અદ્યતન ટેકનોલોજીથી આધુનિક ઢબે યોગ્ય ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે, સુમન હાઇસ્કુલોમાં વર્ષ 2021થી ધોરણ 11અને 12ના વર્ગો શરૂ કરવામાં આવેલ હતા. જેમાં માત્ર ચાર વર્ષની અંદર જ એચ.એસ.સી બોર્ડ ના પરિણામમા સુમન હાઇસ્કુલો ખૂબ જ અગ્રેસર રહેલ છે.

માર્ચ 2026દરમિયાન યોજાયેલ એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું સામાન્ય પ્રવાહનુંપરિણામ 98.48%તેમજ વિજ્ઞાન પ્રવાહનું 100% રહેલ છે.જેમાં સુમન હાઇસ્કુલ નંબર 2 (વરાછા),સુમન હાઇસ્કુલ નંબર 3 (કતારગામ),સુમન હાઇસ્કુલ નંબર 5 (લિમ્બાયત), સુમન હાઇસ્કુલ નંબર 6 (પાંડેસરા),સુમન હાઇસ્કુલ નંબર 9 (કાપોદ્રા),સુમન હાઇસ્કુલ નંબર 10(લિમ્બાયત),સુમન હાઇસ્કુલ નંબર 18 (પુણાગામ), સુમન હાઇસ્કુલ નંબર 19 (ઉત્રાણ)નું પરિણામ 100% આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નું સામાન્ય પ્રવાહનુ પરિણામ 92.81%ટકા, વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ 84.33.% તથા સુરતનું સામાન્ય પ્રવાહનુ પરિણામ 93.46%ટકાઅને વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ 87.26%રહેલ છે. તમામ સુમન હાઇસ્કુલો ખાતે કુલ-102 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડમેળવેલ છે.

સુમન હાઇસ્કુલોમાં માધ્યમ પ્રમાણે કુલ પરિણામ પૈકી ગુજરાતી માધ્યમનું કુલ પરિણામ 97.84% આવ્યું છે. જ્યારે મરાઠી માધ્યમ 99.52% ટકા પરિણામ સાથે અગ્રેસર રહ્યું છે અને એ રીતે જ હિન્દી માધ્યમ નું પરિણામ 98.37%ની સાથે કુલ સુમન હાઇસ્કુલોનું પરિણામ 98.48% જાહેર થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande