કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વનેતૃત્વના યુવાનો દ્વારા, છેલ્લા દસ વર્ષથી સંવેદનશીલ પ્રયાસ
ગાંધીનગર, 04 મે (હિ.સ.) : ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત જીવન આસ્થા હેલ્પલાઇન અંતર્ગત, આજ રોજ ધોરણ 12નું પરિણામ જાહેર થવાને પગલે કોઈ વિદ્યાર્થી નિરાશ થઈ કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે હેતુથી એક સંવેદનશીલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત,
સર્વનેતૃત્વના યુવાનો


સર્વનેતૃત્વના યુવાનો


ગાંધીનગર, 04 મે (હિ.સ.) : ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત જીવન આસ્થા હેલ્પલાઇન અંતર્ગત, આજ રોજ ધોરણ 12નું પરિણામ જાહેર થવાને પગલે કોઈ વિદ્યાર્થી નિરાશ થઈ કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે હેતુથી એક સંવેદનશીલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ અંતર્ગત, ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલી કેનાલ વિસ્તાર પર પોલીસની ટીમ સાથે કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા તીવ્ર ગરમી હોવા છતાં સક્રિય રીતે પહેરો રાખવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના અટકાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો છેલ્લા દસ વર્ષથી ગાંધીનગર જિલ્લા પોલીસ સાથે સંકળાઈને આ માનવ સેવા કાર્યમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા છે.

આ સંવેદનશીલ અને માનવતા ભરેલા પ્રયત્નને સલામ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande