વરાછાની SBI બેન્ક લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્યા
સુરત, 04 મે (હિ.સ.) સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખામાં થયેલી અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના અ
વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો


સુરત, 04 મે (હિ.સ.) સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખામાં થયેલી અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંહ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પકડાયેલા બંને આરોપીઓને આજે ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. રિમાન્ડ મળ્યા બાદ આરોપીઓને સુરત લાવી સઘન પૂછપરછ કરવામાં આવશે અને લૂંટાયેલી રકમની રિકવરી માટે કાર્યવાહી હાથ ધરાશે.

આ ઘટનાએ વરાછા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. વ્યસ્ત વિસ્તારમાં ધોળા દિવસે થયેલી આ લૂંટને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની અનેક ટીમો તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ રાજ્ય બહાર ભાગી ગયા હતા.

ઘટનાની વિગતો મુજબ, લંબે હનુમાન રોડ પર આવેલી SBI બ્રાન્ચમાં 27 એપ્રિલે બપોરે લગભગ 2 વાગ્યે પાંચ યુવાનો પ્રવેશ્યા હતા. કેટલાક પાસે કોલેજ બેગ જેવી બેગ અને એક પાસે મોટો થેલો હતો. હિન્દી ભાષા બોલતા આ યુવાનો પૈકી કેટલાકે પિસ્તોલ કાઢી સ્ટાફ અને ગ્રાહકોને બાનમાં લીધા હતા.આરોપીઓએ પહેલા કેશિયર પાસેથી અંદાજે 12 લાખ રૂપિયા લૂંટ્યા હતા. ત્યારબાદ, બેન્કમાં કેશ ડિપોઝિટ માટે આવેલી વેનને પણ રોકી તેમાં રહેલા આશરે 40 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. આ રીતે કુલ મળીને લગભગ 52 લાખ રૂપિયાની લૂંટ કરી આરોપીઓ થેલાં અને બેગમાં રકમ ભરી ફરાર થઈ ગયા હતા. સાથે જ તેઓ સ્ટાફ અને ગ્રાહકોના મોબાઇલ ફોન પણ લઈ ગયા હતા.

હવે આરોપીઓને સુરત લાવવામાં આવ્યા બાદ તેમની પૂછપરછમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande