આજથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ,1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝર ફિલ્ડમાં ઉતર્યા
ગાંધીનગર,01 જૂન (હિ.સ.) ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથ
Census begins in Gujarat


ગાંધીનગર,01 જૂન (હિ.સ.) ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે.

પ્રથમ તબક્કાની પૂર્વ તૈયારી રૂપે નાગરિકો એ આ હાઉસ લિસ્ટિંગનું કાર્ય ખૂબ સરળતાથી આગળ વધી રહ્યું છે.

આ હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા 31 મે સુધીમાં પૂર્ણ કરી છે. હવે 1 થી 30 જૂન, 2026

આ એક મહિના દરમિયાન ગણતરીદારો દ્વારા ઘરેઘરે જઈને ‘ઘર-યાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જેમાં આવાસની સ્થિતિ, પરિવારના સભ્યો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા અને અન્ય ભૌતિક અસ્કયામતોને લગતા કુલ 33 પ્રશ્નો આધારિત ડેટા એકત્રિત કરાશે.આ આખરી તબક્કામાં મુખ્ય વસતી ગણતરીની સાથે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સત્તાવાર રીતે ‘જાતિ ગણતરી’ ની કામગીરી પણ સંયુક્ત રૂપે પૂર્ણ કરવામાં આવશે.

જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે.

રાજકોટ જિલ્લામાં વસ્તીગણતરી-2027 અન્વયે આજથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન (HLO) ની વ્યાપક કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તાલીમબદ્ધ ગણતરીદારો અને સુપરવાઇઝર સહિતની ટીમોએ ફિલ્ડમાં ઉતરીને વસ્તીગણતરીના પ્રથમ તબક્કાનું પ્રશાસનિક કાર્ય હાથ ધર્યું છે. સમગ્ર જિલ્લામાં આ પ્રક્રિયા સુચારુ અને સચોટ રીતે સંપન્ન થાય તે માટે મનપા અને વહીવટી તંત્રએ તમામ સ્તરે વિસ્તૃત આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી છે.

વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું કે અગાઉ જાહેર કરાયેલા 25 પ્રશ્નોની સ્વ-ગણતરી પ્રક્રિયામાં અનેક લોકોએ માહિતી ભરી દીધી છે. હવે 1 જૂનથી રાજ્યભરમાં પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ (ઘરયાદી)ની કામગીરી શરૂ થઈ છે, જેમાં આશરે 1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝર ફિલ્ડમાં ઉતર્યા છે. ગણતરીકારો ઘરે-ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરશે તેમજ 33 પ્રશ્નોની માહિતી એકત્રિત કરશે. સ્વ-ગણતરી દરમિયાન ભરાયેલી વિગતોમાં કોઈ સુધારો કરાવવો હોય તો નાગરિકો ગણતરીકારને જરૂરી માહિતી આપી શકશે.

ગણતરીકારોની ટ્રેનિંગ ગયા અઠવાડિયે પૂર્ણ થઈ ગઈ હતી અને હવે દરેક ઘર સુધી પહોંચી ડિજિટલ જિયો-મેપિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ અધિક જિલ્લા વસ્તીગણતરી અધિકારીની કચેરી દ્વારા પ્રાપ્ત થયેલી સત્તાવાર વિગતો અનુસાર, હાઉસ લિસ્ટિંગ કામગીરી દરમિયાન ગણતરીદારો સૌથી પહેલા તેમને ફાળવવામાં આવેલા ચોક્કસ ભૌગોલિક વિસ્તારો કે બ્લોકની રૂબરૂ મુલાકાત લેશે. પ્રક્રિયા દરમિયાન તેઓ જે-તે વિસ્તારની ચોક્કસ ભૌગોલિક ઓળખ પ્રસ્થાપિત કરશે અને ત્યારબાદ ત્યાં આવેલા તમામ ઘરોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નંબરિંગ કરવાની કામગીરી પૂર્ણ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રજા વસ્તી ગણતરીની ટીમને સંપૂર્ણ સહયોગ આપીને પોતાના પરિવાર અને મકાન અંગેની પ્રાથમિક વિગતો સરળતાથી શેર કરી રહી છે, જેના કારણે પ્રથમ તબક્કાનું આ હાઉસ લિસ્ટિંગનું કાર્ય ખૂબ સરળતાથી આગળ વધી રહ્યું છે. આ હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે આટોપી લીધા બાદ જ આગામી સમયમાં વ્યક્તિગત વસ્તી ગણતરીનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. વોર્ડ નંબર 12 સહિત સમગ્ર રાજકોટ જિલ્લાની જાહેર જનતાને આ પ્રક્રિયામાં તંત્રને સાચો અને પૂરતો સહયોગ આપવા માટે અપીલ પણ તેમણે કરી હતી

.

1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે

રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande