સરદારધામ ખાતે ચિંતન શિબિરમાં, યુવા સંગઠન સંહિત 250થી વધુ યુવાનોનું મંથન
સરદારધામના મિશન 2026ની સફળતા બાદ 2047ના રોડમેપમાં યુવા શક્તિ જોડાશે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનું મહત્વનું યોગદાન મેળવી શકાશે બ્યુરોક્રેટ્સ,જ્યુડિસરી,મિડિયા,ડીફેન્સમાં વધુમાં વધુ યુવાધનને કઈ રીતે મોકલી શકાય તેની ચિંતા થઈ ભરૂચ 13 જૂન (હિ.સ.) યુવ
સરદારધામ ખાતે ચિંતન શિબિરમાં યુવા સંગઠન સંહિત 250થી વધુ યુવાનોનું મંથન


સરદારધામ ખાતે ચિંતન શિબિરમાં યુવા સંગઠન સંહિત 250થી વધુ યુવાનોનું મંથન


સરદારધામ ખાતે ચિંતન શિબિરમાં યુવા સંગઠન સંહિત 250થી વધુ યુવાનોનું મંથન


સરદારધામ ખાતે ચિંતન શિબિરમાં યુવા સંગઠન સંહિત 250થી વધુ યુવાનોનું મંથન


સરદારધામ ખાતે ચિંતન શિબિરમાં યુવા સંગઠન સંહિત 250થી વધુ યુવાનોનું મંથન


સરદારધામના મિશન 2026ની સફળતા બાદ 2047ના રોડમેપમાં યુવા શક્તિ જોડાશે

રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનું મહત્વનું યોગદાન મેળવી શકાશે

બ્યુરોક્રેટ્સ,જ્યુડિસરી,મિડિયા,ડીફેન્સમાં વધુમાં વધુ યુવાધનને કઈ રીતે મોકલી શકાય તેની ચિંતા થઈ

ભરૂચ 13 જૂન (હિ.સ.) યુવા શક્તિને સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સાથે જોડવાના ઉમદા આશય સાથે એક ભવ્ય ચિંતન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષ 2047 માટેના સરદારધામના રોડમેપમાં દેશના યુવાનોને સક્રિય સહભાગી બનાવવાનો છે, જેથી રાષ્ટ્ર નિર્માણમાં તેમનું મહત્વનું યોગદાન મેળવી શકાય.

પાટીદાર સમાજ અને દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર બનાવવા માટેના વિઝનને ધ્યાનમાં રાખી યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના, નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારીનો વિકાસ થાય તે હેતુસર સરદારધામ અમદાવાદ ખાતે બે દિવસીય “યુવા ચિંતન શિબીર”નું આયોજન કરવામાં આવ્યું છે.

250થી વધુ યુવાનોએ આપ્યા મહત્વના સૂચનો-

આ ચિંતન શિબિરમાં રાજ્યભરમાંથી આવેલા 250થી વધુ ઉત્સાહી યુવાનોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આખો દિવસ ચાલેલા આ મનન-મંથન કાર્યક્રમમાં યુવાનોએ સમાજ અને દેશના વિકાસ માટે પોતાના નવતર વિચારો, આયોજનો અને ક્રાંતિકારી સૂચનો રજૂ કર્યા હતા. યુવાનોના આ વિચારો આગામી સમયમાં સરદારધામના વિઝનને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

શિબીરમાં આજના પ્રથમ દિવસે સરદારધામના 55 વર્ષની નીચેના સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ, ટ્ર્સ્ટીશ્રીઓ, યુવા સંગઠન અને જીપીબીઓના હોદ્દેદારો, અધિકારી સભ્યો એવમ ટીમ સરદારધામના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન શિબીરના સેશન-1 માં એક સંકલ્પ સમૃધ્ધિ કી ઓર અંતર્ગત 10 હજાર યુવાનોને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરૂં પાડવા માટે તેમજ સેશન-2માં એક સંકલ્પ સુરક્ષા કી ઓર અંતર્ગત

બ્યુરોક્રેટ્સ,જ્યુડિસરી,મિડિયા,ડીફેન્સમાં વધુમાં વધુ યુવાધનને કઈ રીતે મોકલી શકાય તે વિષય પર યુવાનો દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેશન-3માં એક સંકલ્પ શિક્ષીત સમાજ કી ઓર અંતર્ગત વિવિધ એકેદમી દ્વારા યુવાનોને શિક્ષીત-વિક્સીત-દિક્ષીત કરવા કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું.

દિવસભરના મંથન બાદ 'સુરમય સાંજ'ની સંગીતમય મહેફિલ યોજાય હતી.દિવસભરના સઘન બૌદ્ધિક મંથન અને ગંભીર ચર્ચાઓ બાદ, યુવાનોના મનોરંજન માટે એક ખાસ 'સુરમય સાંજ' સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીતમય સાંજના આહલાદક વાતાવરણમાં યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને સંગીતનો અદ્ભુત આનંદ મેળવીને દિવસભરનો થાક હળવો કર્યો હતો.

યુવા સંગઠન અને જીપીબીઓના હોદ્દેદારોનું સફળ આયોજન હતું.આ સમગ્ર ભવ્ય અને પ્રેરણાદાયી ચિંતન શિબિરનું સફળ આયોજન યુવા સંગઠન તેમજ જીપીબીઓના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકોએ શિબિરમાં ઉપસ્થિત રહીને પોતાના વિચારો રજૂ કરનાર તમામ યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande