
વાપી, 13 જૂન (હિ.સ.)
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ડુંગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને દમણમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફરાર અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન એલસીબીને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ઝીલ ગુલાબભાઈ નાનુભાઈ કોળી પટેલ (ઉ.વ. 26), રહે. ભીમપોર, કુંડ ફળિયા, નાની દમણને દમણ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી સામે ડુંગરી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે ત્યારથી ફરાર હતો. વધુમાં આરોપી સામે વર્ષ 2021માં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર કામગીરી એલસીબી વલસાડના પો.ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા, એએસઆઈ વિજય માધવરાવ તેમજ પોલીસ કર્મચારીઓ હિતેશભાઈ હમલભાઈ, તેજપાલસિંહ મહેન્દ્રસિંહ અને પરાક્રમસિંહ મનોહરસિંહની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha