
વડોદરા, 15 જૂન (હિ.સ.) : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહેલા બાઈક સવાર દંપતિને ડમ્પરે અડફેટે લેતાં ગોજારો અકસ્માત થયો. આ અકસ્માતમાં પતિનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે તેની પત્નીનું પણ મોત નિપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ, દંપતિ મોટરસાયકલ પર દખેડાથી વાઘોડિયા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ડમ્પરે તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી બાઈક ડમ્પરની નીચે ફસાઈ ગઈ, જેના કારણે દંપતી ફંગોળ્યું હતું અને પતિ ડમ્પર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તેની પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. જેને લઈ પત્નીનું પણ મોત થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ