


છોટાઉદેપુર, 15 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ અને અમૃત પેટ્રોલિયમના સહયોગથી બોડેલી ખાતે વિનામૂલ્ય હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉપદેશ વારંવાર ટુવિલર ચાલકો ના થતા અકસ્માતો અટકાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. જેને લઈને જિલ્લા ટ્રાફિક પોલીસ અને અમૃત પેટ્રોલિયમના સહયોગથી મીનામૂલ્યાં હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જેનો હેતુ વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતમાં ટુવીલ ચાલકો હેલ્મેટનો પહેરું હોવાથી માથાના ભાગમાં ઈજા થતાં તેઓ મૃત્યુ પણ પામતા હોય છે અને તેઓનો પરિવાર વિખેરાઈ જાય છે. જે ધ્યાનમાં રાખી આજે બોડેલી ખાતે ટ્રાફિક પોલીસ અને અમૃત પેટ્રોલિયમ દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ