
પોરબંદર,15 જૂન (હિ.સ.) માધવપુર ગામમાં હેલીપેડ પાસે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા પત્તાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન માધવપુર ગામના અરવિંદ મેરૂ ડાભી, હમીદખાં આમદખાં બેલીમ, અરજન દેવાભાઈ વાજા અને રાજુ ઉર્ફે કુતરી ચીનાભાઈ કામરીયાને જાહેરમાં “રોન પોલીસ” નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા.દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 52 પાનાંનો ગંજીપત્તો તથા રોકડા રૂ. 10,950 મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગાર રમી રહેલ શખ્સો સામે જુગાર ધારા ની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya