
છોટાઉદેપુર, 15 જૂન (હિ.સ.) : હરિયાળુ ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વન મહોત્સવ અને વિશ્વ પર્યાવરણ દિવસ જેવા કાર્યક્રમો થકી વૃક્ષારોપણ વન કવચ નિર્માણ માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બોડેલી તાલુકા સેવાસદન ખાતે બોડેલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં હરિયાળુ છોટાઉદેપુર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાઉલ બોડેલી મામલતદાર, બોડેલી તાલુકા વિકાસ અધિકારી, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ, વન વિભાગના અધિકારી સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં એવા સદનના કર્મચારી અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક પેડ મા કે નામ અંતર્ગત ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ