
નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સહિત અનેક નેતાઓએ, ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચમા સરસંઘચાલક કે.એસ. સુદર્શનજીની જન્મજયંતી અને ઝાંસીની વીરાંગના રાણી લક્ષ્મીબાઈના બલિદાન દિવસ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ગડકરીએ એક્સ પર કહ્યું, ''સંઘના પાંચમા સરસંઘચાલક કે.એસ. સુદર્શનજીની જન્મજયંતી પર તેમને વિનમ્ર અભિવાદન! અદમ્ય સાહસ, શૌર્ય અને દેશભક્તિની પ્રતિમૂર્તિ વીરાંગના રાણી લક્ષ્મીબાઈના બલિદાન દિવસ પર તેમને કોટિ-કોટિ નમન! માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ઝાંસી સામ્રાજ્યની લક્ષ્મીબાઈનું બલિદાન સદૈવ યાદ રાખવામાં આવશે.''
કેન્દ્રિય વસ્ત્રમંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, રાષ્ટ્રનિર્માણ અને સમાજસેવા પ્રત્યે તેમનું સમર્પિત જીવન આપણે સૌ માટે સદૈવ પ્રેરણાસ્રોત રહેશે.
કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સુદર્શનજીને ગ્રામ વિકાસ, કૃષિ, ગૌપાલન અને ઊર્જા વગેરે ક્ષેત્રમાં દેશજ અને પરંપરાગત અનુભવો તથા જાણકારીઓ અંગે વિશેષ રસ હતો. તમે સમાજને માત્ર યોગ્ય દિશા જ બતાવી નહીં, પરંતુ કોઈપણ સમસ્યાની ઊંડાઈ સુધી જઈ તેના વિશે મૂળગામી ચિંતન કરીને યોગ્ય ઉકેલ પણ શોધ્યો.
કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે કહ્યું કે, રાષ્ટ્ર અને સમાજના હિતમાં સમર્પિત સુદર્શનજીનું પ્રેરક જીવન ભાવિ પેઢીઓ માટે પણ સદૈવ અનુકરણિય રહેશે.
કેન્દ્રિય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું કે, અદમ્ય સાહસ અને માતૃભૂમિની રક્ષા માટેના અખંડ સંકલ્પ સાથે રાણી લક્ષ્મીબાઈ ભારતની પ્રતિકારભાવનાનું પ્રતીક બની ગઈં. તેમની પુણ્યતિથિ પર, અમે ઝાંસીની બહાદુર રાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેમના શૌર્ય, નેતૃત્વ અને સર્વોચ્ચ બલિદાનએ ભારતીયોને પ્રેરિત કર્યા. તેમની અમર વિરાસત રાષ્ટ્ર માટે ગૌરવનું સ્રોત બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ