પશ્ચિમ બંગાળમાં યોગ દિવસની તૈયારીઓ તેજ, વિવિધ જિલ્લાઓમાં ચાલી રહ્યો છે યોગાભ્યાસ
કોલકતા, નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) આગામી 21 જૂને મનાવવામાં આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સમગ્ર પશ્ચિમ બંગાળમાં પ્રવૃત્તિઓ તેજ થઈ ગઈ છે. આ વર્ષે મુખ્ય કાર્યક્રમ કોલકતાના રેડ રોડ પર યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. કોલકતા સહિત
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સમગ્ર પશ્ચિમ બંગાળમાં પ્રવૃત્તિઓ તેજ


કોલકતા, નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) આગામી 21 જૂને મનાવવામાં આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સમગ્ર પશ્ચિમ બંગાળમાં પ્રવૃત્તિઓ તેજ થઈ ગઈ છે. આ વર્ષે મુખ્ય કાર્યક્રમ કોલકતાના રેડ રોડ પર યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. કોલકતા સહિત સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

રાજ્યના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહિત અનેક સ્થળોએ યોગાભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ છે. 21 જૂનની રાહ જોયા વિના જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોગાભ્યાસનો દોર શરૂ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસભા દ્વારા 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે માન્યતા આપવામાં આવ્યા બાદથી દર વર્ષે દેશના અલગ-અલગ ભાગોમાં આ દિવસનું આયોજન કરવામાં આવે છે.

પાછલા વર્ષે આ આયોજન વિશાખાપટ્ટનમમાં થયું હતું, જ્યારે 2024માં શ્રીનગરની ડલ ઝીલના કિનારે અને 2023માં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. વર્ષ 2026માં કોલકાતાને મુખ્ય સમારોહની યજમાની કરવાની તક મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંતોષ માધુપ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande