સુરતમાં નશા અને ગુનાખોરી સામે બજરંગ સેનાનો હલ્લાબોલ, પોલીસ મથકે ઉગ્ર વિરોધ
સુરત, 21 જૂન (હિ.સ.) : સુરતના ગોડાદરા વિસ્તારમાં વધતી ગુનાખોરી અને માદક પદાર્થોના વેપાર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે બજરંગ સેનાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ગોડાદરા પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ
સુરત


સુરત, 21 જૂન (હિ.સ.) : સુરતના ગોડાદરા વિસ્તારમાં વધતી ગુનાખોરી અને માદક પદાર્થોના વેપાર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે બજરંગ સેનાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ગોડાદરા પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ પોલીસ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની માંગ ઉઠાવી હતી.

વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ એક નશાની હાલતમાં ફરતા વ્યક્તિને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે વિસ્તારમાં નશાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ વધતી હોવા છતાં પોલીસ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. કાર્યકર્તાઓએ જણાવ્યું કે જે જવાબદારી પોલીસની છે તે હવે સામાન્ય લોકોને નિભાવવી પડી રહી છે.

બજરંગ સેનાએ ગોડાદરા અને આસપાસના વિસ્તારોમાં દારૂ, ડ્રગ્સ અને ગાંજા જેવા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ નશાના કારણે યુવાઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે અને લૂંટફાટ, મારામારી તેમજ મહિલાઓની સુરક્ષા સંબંધિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જો તંત્ર દ્વારા અસરકારક પગલાં નહીં ભરાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande