
પાટણ, 21 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના મેમણ ગામે 21 જૂન, 2026ના રોજ ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા મોરચા પ્રમુખ અશોક પરમાર, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી ભીખા ખેર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા અને મહેશ જાદવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આગેવાનોએ ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણને અસરકારક ઉપાય ગણાવી વૃક્ષોના જતન અને ઉછેર માટે સૌને પ્રેરિત કર્યા હતા. ઉપસ્થિત લોકોએ વાવેલા વૃક્ષોની સંભાળ રાખવાનો સંકલ્પ પણ લીધો હતો.
કાર્યક્રમમાં પક્ષના કાર્યકર્તાઓ, તાલુકા મોરચાના હોદ્દેદારો, ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો અને ગામને હરિયાળું બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ