પાટણ સાયન્સ સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણી
પાટણ, 21 જૂન (હિ.સ.) : પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં આશરે 200 વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો. સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થી
પાટણ સાયન્સ સેન્ટર ખાતે 200થી વધુ લોકો સાથે યોગ દિવસની ઉજવણી


પાટણ, 21 જૂન (હિ.સ.) : પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં આશરે 200 વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો.

સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ આધારિત કાર્યક્રમમાં યોગ નિષ્ણાત અસ્મિતાબેન ભાટી અને કમળાબેન જોશીએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નિયમિત યોગના શારીરિક અને માનસિક લાભો વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ દિવસના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો અને સહભાગીઓને લીંબુ શરબત પીરસવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande