પોરબંદર આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો
પોરબંદર, 21 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 20 જૂનના રોજ આઈટીઆઈ પોરબંદર ખાતે રોજગાર ભરતી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના 1000થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટર
પોરબંદર આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.


પોરબંદર આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.


પોરબંદર આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.


પોરબંદર આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.


પોરબંદર, 21 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 20 જૂનના રોજ આઈટીઆઈ પોરબંદર ખાતે રોજગાર ભરતી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના 1000થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 46 ઉમેદવારો હાજર રહેલ હતા.

આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા યુનિક રિસોર્ટ & રેસ્ટોરેંટ, સમગ્ર શિક્ષા, ધીર ટોયોટા તેમજ ભાટિયા કોમ્યુનિકેશન હાજર રહ્યા હતા. તેઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

હાજર રહેલ 46 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 12 રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande