પાટણ જિલ્લાના કરોડોના સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપી હર્ષદ ઠક્કર ઝડપાયો
પાટણ, 24 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે વધુ એક મહત્વની સફળતા મેળવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ફરાર આરોપી હર્ષદ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ 14 આરોપીઓની ધરપકડ થઈ હતી, જ્યારે અન્ય 7
પાટણ જિલ્લાના કરોડોના સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપી હર્ષદ ઠક્કર ઝડપાયો


પાટણ જિલ્લાના કરોડોના સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપી હર્ષદ ઠક્કર ઝડપાયો


પાટણ, 24 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે વધુ એક મહત્વની સફળતા મેળવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ફરાર આરોપી હર્ષદ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં અગાઉ 14 આરોપીઓની ધરપકડ થઈ હતી, જ્યારે અન્ય 7 આરોપીઓ ફરાર હતા. તેમાંના એક હર્ષદ ઠક્કરને ઝડપી લઈને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ હારીજ નાગરિક બેંકમાં અન્ય લોકોના નામે ખાતાઓ ખોલાવી ભાડે લીધા હતા. આ ખાતાઓ મારફતે દેશભરમાં સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ મામલે અત્યાર સુધી 228 ફરિયાદો નોંધાઈ છે.

રિમાન્ડ મળ્યા બાદ પોલીસે આરોપીની પાટણ સ્થિત ઓફિસમાં તપાસ કરી પંચનામું કર્યું છે. કેસમાં હજુ પણ ફરાર 6 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande