નકલી નોટ કેસમાં મુખ્ય આરોપીના જામીન નકારાયા
પાટણ, 24 જૂન (હિ.સ.) પાટણ સેશન્સ કોર્ટે સિદ્ધપુરના મહમંદ યાસીન અબ્દુલ કદીર સૈયદની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી સામે નકલી ચલણી નોટો બનાવવાનો ગંભીર ગુનો નોંધાયેલ છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીના ઘરેથી રૂ. 2.57 લાખથી વધુની બનાવટી નોટો તેમજ
નકલી નોટ કેસમાં મુખ્ય આરોપીના જામીન નકારાયા


પાટણ, 24 જૂન (હિ.સ.)

પાટણ સેશન્સ કોર્ટે સિદ્ધપુરના મહમંદ યાસીન અબ્દુલ કદીર સૈયદની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી સામે નકલી ચલણી નોટો બનાવવાનો ગંભીર ગુનો નોંધાયેલ છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપીના ઘરેથી રૂ. 2.57 લાખથી વધુની બનાવટી નોટો તેમજ નકલી નોટો બનાવવા માટેનો સરસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત નોટોમાં રૂ. 500, રૂ. 100 અને રૂ. 20ના દરની નોટોનો સમાવેશ થાય છે.

સેશન્સ જજ પી.એચ. શેઠે ગુનાની ગંભીરતા અને દેશના અર્થતંત્ર પર તેની અસરને ધ્યાને લઈ નોંધ્યું કે આરોપી સામે પ્રથમદર્શનીય પૂરતા પુરાવા છે. પરિણામે કોર્ટે તેની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. પોલીસ હવે આગળની કાર્યવાહી હાથ ધરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande