
પાટણ, 24 જૂન (હિ.સ.)
પાટણ નગરપાલિકાએ શહેરમાં મંજૂરી વિના લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ દૂર કરવા માટે જાહેરાત એજન્સીઓ અને મિલકત માલિકોને સાત દિવસની નોટિસ આપી છે. નિર્ધારિત સમયમર્યાદામાં હોર્ડિંગ્સ દૂર નહીં કરાય તો નગરપાલિકા કાર્યવાહી કરશે.
નગરપાલિકાના જણાવ્યા મુજબ રહેણાંક, કોમર્શિયલ વિસ્તાર, કોમન પ્લોટ અને કમ્પાઉન્ડ વોલ પર હોર્ડિંગ્સ લગાવવા પૂર્વ મંજૂરી ફરજિયાત છે. ચોમાસા દરમિયાન જોખમી હોર્ડિંગ્સ પડી જવાથી અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે.
નગરપાલિકા દ્વારા હટાવાયેલા હોર્ડિંગ્સનો ખર્ચ સંબંધિત એજન્સી અને મિલકત માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. અગાઉ પણ જોખમી હોર્ડિંગ્સ અંગે નોટિસો અપાઈ હતી, પરંતુ હવે મામલે કડક અમલવારી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ