સમી તાલુકાના સોનાર ગામે કેમિકલથી પાણી ગુલાબી, GPCBની તપાસ
પાટણ, 24 જૂન (હિ.સ.)સમી તાલુકાના સોનાર ગામે સરકારી પડતર જમીનમાં આવેલા પાણી ભરેલા ખાડાઓમાં અજાણ્યા શખ્સોએ કેમિકલ ઠાલવતા પાણીનો રંગ ગુલાબી થઈ ગયો છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો છે. નાયકા-સમી રોડ પર આવ
સમી તાલુકાના સોનાર ગામે કેમિકલથી પાણી ગુલાબી, GPCBની તપાસ


પાટણ, 24 જૂન (હિ.સ.)સમી તાલુકાના સોનાર ગામે સરકારી પડતર જમીનમાં આવેલા પાણી ભરેલા ખાડાઓમાં અજાણ્યા શખ્સોએ કેમિકલ ઠાલવતા પાણીનો રંગ ગુલાબી થઈ ગયો છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો છે.

નાયકા-સમી રોડ પર આવેલા આ ખાડાઓનું પાણી રખડતા પશુઓ અને પક્ષીઓ પીવા માટે ઉપયોગમાં લેવાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે ખાડાઓમાં કેમિકલ ઠાલવવાની ઘટનાઓ બની રહી છે.

ગ્રામજનોની રજૂઆત બાદ સમી મામલતદારની સૂચનાથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમે સ્થળ તપાસ કરી પાણીના નમૂના એકત્ર કર્યા છે. નમૂનાઓને લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande