ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલીબેન આહીરની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત
સંસ્થામાં નિવાસ કરતા મનો દિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવ્યો હતો બાળકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની પ્રવૃત્તિઓની રસપૂર્વક માહિતી મેળવી હતી ગૌશાળા સંચાલન,ગૌસેવા તેમજ પશુઓની સંભાળની માહિતી મેળવી સેવાકીય કાર્યની સરાહના કરી ભરૂચ
ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલીબેન આહીરની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત

ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલીબેન આહીરની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત

ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલીબેન આહીરની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત

ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલીબેન આહીરની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત

ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલીબેન આહીરની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત

સંસ્થામાં નિવાસ કરતા મનો દિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવ્યો હતો

બાળકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની પ્રવૃત્તિઓની રસપૂર્વક માહિતી મેળવી હતી

ગૌશાળા સંચાલન,ગૌસેવા તેમજ પશુઓની સંભાળની માહિતી મેળવી સેવાકીય કાર્યની સરાહના કરી

ભરૂચ 24 જૂન (હિ.સ.)

સમાજસેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપતી એક યાદગાર મુલાકાત અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન ભરૂચના પીએસઆઈ વૈશાલીબેન આહિરે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થામાં નિવાસ કરતા મનો દિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવ્યો હતો.

વૈશાલીબેન આહિરના આગમનને લઈને સંસ્થાના બાળકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે બાળકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની પ્રવૃત્તિઓની રસપૂર્વક માહિતી મેળવી હતી. વૈશાલીબેનની આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહેતા બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહી હતી, જેનાથી બાળકોના ચહેરા પર અનોખી રોનક જોવા મળી હતી. ઉપસ્થિત સૌ બાળકોએ પણ આ સુંદર આયોજનની મુક્તમને સરાહના કરી હતી.

આ પ્રસંગે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનો દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ, સંભાળ, શિક્ષણ અને પુનર્વસન માટે કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગે આવા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેમના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. સંસ્થાની ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. ગૌશાળાના સંચાલન, ગૌસેવા તેમજ પશુઓની સંભાળ અંગે માહિતી મેળવી હતી અને આ સેવાકીય કાર્યની સરાહના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના અંતે અસ્મિતા વિકાસ કેન્દ્ર પરિવાર વતી વૈશાલીબેન આહિરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાના હોદ્દેદારોએ તેમને ફૂલહાર અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતા. આ તકે કેન્દ્ર પરિવાર દ્વારા વૈશાલીબેન આહિર સમાજસેવાના ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભવિષ્યમાં વધુ ને વધુ લોકો માટે પ્રેરણારૂપ બનતા રહે તેવી મંગલ કામનાઓ અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande