બોટાદની શ્રી કુમાર શાળા ભીમડાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બોટાદ, 27 જૂન (હિ.સ.) : નશામુક્ત અને સુરક્ષિત સમાજના નિર્માણના હેતુથી શ્રી કુમાર શાળા, ભીમડાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશાના દૂષણો અંગ
નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


બોટાદ, 27 જૂન (હિ.સ.) : નશામુક્ત અને સુરક્ષિત સમાજના નિર્માણના હેતુથી શ્રી કુમાર શાળા, ભીમડાદ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશાના દૂષણો અંગે જાગૃતિ લાવવાનો તેમજ બાળ અધિકારો અને સુરક્ષા સંબંધિત કાયદાઓ અંગે માહિતી પહોંચાડવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને માર્ગદર્શકોએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નશાકારક પદાર્થોથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સમજાવ્યું કે નશાની લત વ્યક્તિના આરોગ્ય, શિક્ષણ, પરિવાર અને સમગ્ર સમાજ પર નકારાત્મક અસર કરે છે. યુવાનો અને વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહી સ્વસ્થ અને જવાબદાર જીવન જીવવું જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને બાળ અધિકારો, પોકસો એક્ટ (POCSO Act), બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ તેમજ બાળકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી, શોષણ કે સંકટની સ્થિતિમાં મદદરૂપ બનતી ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને સુરક્ષા માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવવા માટે નશાથી દૂર રહેવા, અન્ય લોકોને પણ નશાના દૂષણો અંગે જાગૃત કરવા તેમજ સમાજમાં સ્વસ્થ અને સકારાત્મક વાતાવરણ સર્જવામાં પોતાનું યોગદાન આપવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં નશામુક્ત જીવનશૈલી, બાળ સુરક્ષા અને પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃતિ આવી હતી. શાળા પરિવાર દ્વારા આવા જનજાગૃતિ કાર્યક્રમો સતત યોજાતા રહે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande