
ભાવનગર, 27 જૂન (હિ.સ.)ભાવનગર શહેરના સંતુ રિસોર્ટ ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ)ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
બેઠકમાં પ્રશિક્ષણ મહાઅભિયાનને સફળ બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોમાં વિચારધારાની સમજ વધારવા તેમજ સંગઠનાત્મક કાર્યપદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં યોજાનારા પ્રશિક્ષણ વર્ગોનું સુચારૂ આયોજન થાય અને દરેક કાર્યકર તેમાં સક્રિયપણે જોડાય તે માટે જરૂરી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદના વિચારોને જનજન સુધી પહોંચાડવા અને કાર્યકરોને સંગઠનની વિચારધારા તેમજ જવાબદારીઓથી વધુ સજ્જ બનાવવા માટે આ પ્રશિક્ષણ મહાઅભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે તમામ હોદ્દેદારો અને કાર્યકરોને સંપૂર્ણ સમર્પણ સાથે અભિયાનમાં જોડાઈ તેને સફળ બનાવવા આહ્વાન કર્યું હતું.
બેઠક દરમિયાન સંગઠનના વિવિધ કાર્યક્રમો, આવનારા આયોજન તેમજ જનસંપર્ક અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત કાર્યકરોએ સંગઠનના હિતમાં વધુ સક્રિયતાથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં ભાજપ ભાવનગર મહાનગરના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA